સાધનામાર્ગમાં સિદ્ધિ સૌથી વધુ ખતરનાક બને છે!
- જો સાધક આ સિદ્ધિના પ્રદર્શનમાં ડૂબી જાય અને દુનિયાની વાહવાહી લૂંટાવે, તો ત્યાં જ એની આધ્યાત્મિક પ્રગતિનું પૂર્ણવિરામ આવી જાય છે
'ગુરુ ગોવિંદ દોનો, ખડે કિસકો લાગું પાય
બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દીન્યો બતાય'
સંત કબીર 'ગોવિંદ'ને બતાવનારા ગુરુની વાત કરે છે. ગુરુ એટલે સાધકનો તાર પરમાત્મા સાથે જોડી આપનારો માર્ગદર્શક. સંત કબીરે પ્રયોજેલો 'દીન્યો' એટલે 'દેખાડયો'એ શબ્દ મહત્ત્વનો એ માટે છે કે ગુરુ સાધકને કઇ રીતે પરમાત્માનું દર્શન કરાવે છે.
ગુરુ કઇ દિશામાં સાધકને લઇ જાય છે? કેટલાક ગુરુ સાધકને માત્ર સિદ્ધિ અને રિદ્ધિ આપવાની વાત કરે છે અને એને પરમાત્માને બદલે પોતાના ચરણ અને શરણમાં રાખવાનો વિચાર કરે છે. ચમત્કારોની માયાજાળ અપૂર્વ અને અદ્ભુત છે અને ચમત્કારો દ્વારા ગુરુ શિષ્યને એની આંતરશક્તિના જાગરણને બદલે બાહ્ય ઘટનાઓમાં રમમાણ રાખે છે. એમાં શ્રદ્ધા ધરાવનારો સાધક પોતાના જીવનસંઘર્ષનો સ્વયં સામનો કરવાને બદલે ગુરુકૃપાની ખોજમાં નીકળી જશે અને એને માટે પરમાત્માની પ્રીતિ કરતાં ગુરુકૃપા મહત્ત્વની બનશે.
સંત કબીર જેવા તો કહેશે કે વળી અહીં ક્યાં ફસાયા! કારણ એટલું જ કે ચમત્કાર માયાવી હોય છે અને ચમત્કાર વ્યક્તિને અધ્યાત્મ માર્ગે પ્રગતિસાધક બનવાને બદલે એક જ સ્થાને મુશ્કેટાટ બાંધી દે છે. પછી બને છે પણ એવું કે ગુરુને પોતાના ચમત્કારના પ્રચાર માટે આખું તંત્ર ઊભું કરવું પડે છે. એના ચમત્કારથી શારીરિક બીમારીઓ કે આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ હોય એવી વ્યક્તિઓને સભાસ્થાને અચૂક ઉપસ્થિત રાખે છે અને એની વાત કરીને પોતાના ચમત્કાર-ગૌરવનું જાહેર પ્રદર્શન કરે છે. લાચાર કે નબળા હૃદય ધરાવનારી ભાવુક વ્યક્તિઓ આમાં પોતાની શ્રદ્ધા રોપે છે.
હકીકતમાં કેટલાક ચમત્કારની પાછળ 'ભક્તની આંખ' હોય છે. એટલે કે ભક્ત પોતાના જીવનની પ્રત્યેક ઘટનામાં ગુરુને કેન્દ્રસ્થાને રાખીને જીવન પસાર કરતો હોય છે. જીવનમાં કંઇક સારું બને, તો એની પાછળ એ સ્વ-પ્રયત્ન કે પોતાના ભાગ્યને જોવાને બદલે ગુરુકૃપાને જોશે. આ પરિસ્થિતિ ત્યારે વિચિત્ર આકાર ધારણ કરે છે કે જ્યારે આ ભક્તના જીવન પર આફત આવે, એ દોડતો દોડતો ગુરુચરણમાં જાય અને છતાં એની આફતનું નિવારણ ન થાય. આવું બનવા છતાં ભક્તની ચમત્કારિક ગુરુથી શ્રદ્ધા ઓછી થતી નથી. જેમ ઘણી વાર જ્યોતિષી કોઇ વ્યક્તિના ભાવિજીવનના દસેક વર્તારા કરે અને એમાંથી આઠ ખોટા પડે, તો પણ એ વ્યક્તિની શ્રદ્ધા જ્યોતિષમાંથી ડગતી નથી.
ેએક પ્રસિદ્ધ કથા છે કે એક વાર એક ગામમાં ભારે દુકાળ પડયો. વરસાદનું એક ટીપું વરસ્યું નહી. લોકો બેહાલ બની ગયા અને ખેડૂતોની મુશ્કેલીઓનો પાર રહ્યો નહીં. ગામના ખેડૂતો ગામની બહાર આશ્રમમાં વસતા સાધુ પાસે ગયા. એમણે સાધુ મહારાજને વિનંતી કરી કે 'તમે કંઇક એવું કરો કે જેથી વરસાદ પડે! ખેતરોમાં વાવણી કરી છે, પણ વરસાદનું એક ટીપું પડયું નથી, તેથી અને સહુ પારાવાર પરેશાન છીએ.'
સાધુએ કહ્યું, 'ભાઇઓ, આમાં બીજું તો શું થઇ શકે? તમે ભગવાનને પ્રાર્થના કરો અને હું પણ એમને તમારે માટે વરસાદ વરસાવવાની પ્રાર્થના કરીશ.'
સાધુ મહારાજની વાત સાંભળીને ખેડૂતો ગામમાં પાછા ફર્યા, પરંતુ એક ખેડૂત સાધુની સામે બેસી રહ્યો. સાધુને સંધ્યાનો સમય થયો. એણે પેલા ખેડૂતને કહ્યું, 'ભાઇ, હવે તું પાછો ઘેર જા, અમારે સંધ્યાનો સમય થયો છે. પછી આહાર ગ્રહણ કરવાનો છે.'
પેલા ખેડૂતે આંખ ઝીણી કરીને દબાતા અવાજે કહ્યું, 'બાપજી, હું જાણું છું, તમે તો મહા ચમત્કારી છો! તમે ધારો તો વરસાદ લાવી શકો છો. બીજાઓને તમારાં મંત્રબળનો ખ્યાલ નથી, પણ હું તો સારી પેઠે જાણું છું.'
સાધુને માટે મુશ્કેલી ખડી થઇ. ચમત્કારી હોવાની વાતનો ઇન્કાર કઇ રીતે કરી શકે? એમણે પેલા ખેડૂતને કહ્યું, 'ચમત્કારી છું એ વાત બરાબર, પણ હવે તું ઘેર જા. સમજ્યો ?'
ખેડૂત તો પલાંઠી લગાવીને બેઠો હતો. સહેજે ટસનો મસ ન થયો. અકળાઇને સાધુએ કહ્યું, 'ખેર, ભલે વરસાદ પડશે.'
ખેડૂતે આનંદ વ્યક્ત કર્યો, પણ સાથોસાથ એક શરત મૂકી, 'બાપજી, બધે વરસાદ પડે એમાં આનંદ શું? માત્ર મારા ખેતરમાં જ વરસાદ પડે, તો તમે ખરા ચમત્કારી.'
સાધુએ એનો પીછો છોડાવવા માટે કહ્યું, 'ભલે, એમ થશે. તથાસ્તુ.'
ખેડૂત ઘેર ગયો અને બીજે દિવસે સવારે એના ખેતરમાં જઇને જોયું તો ખેતર પાણીથી છલોછલ ભરાઇ ગયું હતું. એના આનંદનો પાર ન રહ્યો. વિશેષ આનંદ તો ત્યારે થયો કે બાજુના ખેતરમાં પાણીનું એક ટીપું ય જોવા ન મળ્યું!
સહુ ભેગા થઇને ખેડૂતને પૂછવા લાગ્યા કે આવું બન્યું કઇ રીતે? ત્યારે ખેડૂતે રહસ્યોદ્ધાટન કરતાં કહ્યું, 'આ તો ગામ બહાર આશ્રમમાં વસતા સાધુની મારા પરની 'સ્પેશિયલ કૃપા'છે. સમજ્યા?'
આ સાંભળી બધા ખેડૂતો સાધુની પાસે ગયા અને કહ્યું, 'સાધુ તો સમદ્રષ્ટિ હોય. તમારે માટે સહુ સરખા. જેવો આ ખેડૂત, એવા અમે બધા. તમે એના ખેતરમાં વરસાદ પાડયો અને એનું ખેતર પાણીથી છલકાઇ ગયું અને અમારા ખેતરમાં વરસાદનું એક ટીપું પણ નહીં. આવું તે કેમ ચાલે?'
સાધુએ ખેડૂતોને સમજાવવાની કોશિશ કરી, પણ ખેડૂતો એકના બે થયા નહીં. છેવટે વિચાર્યું કે આ બધાને પણ સ્પેશિયલ કૃપાનો પ્રસાદ આપવો પડશે. સાધુ બોલવા જતા હતા, ત્યાં એમના ચેલાએ કહ્યું, 'કહેગા તો ભરેગા.'
એનો કહેવાનો અર્થ એ હતો કે ગઇકાલે તમે આ ખેડૂતને કહ્યું અને આખી રાત એના ખેતરમાં પાણી નાખી-નાખીને મારાં બાવડાં દુઃખે છે. હવે જો તમે હા કહેશો, તો તમારે ખેતરમાં પાણી નાખવું પડશે. હું તમને સહેજે મદદ નહીં કરું.
કથા દર્શાવે છે કે સાધુ પોતાની સિદ્ધિ બતાવવા જતાં સમાજને કેવો ગુમરાહ કરે છે!
એ હકીકત છે કે સાધનાની પ્રક્રિયા સમયે એક ભૂમિકા એવી આવે છે કે જ્યારે વ્યક્તિ પાસેનું આંતરબળ એવું પ્રગટે છે કે એ સાહજિક રીતે બોલે અને એ સિદ્ધ થઇ જાય. એને એવી શક્તિ પણ પ્રાપ્ત થાય છે કે એ સામી વ્યક્તિના મનની વાત જાણી શકે, પરંતુ સાધનાના માર્ગમાં આવતી આ સિદ્ધિઓ સાધકને માટે સહુથી વધુ ખતરનાક બને છે. જો એ આ સિદ્ધિના પ્રદર્શનમાં ડૂબી જાય અને દુનિયાની વાહવાહી લૂંટાવે, તો ત્યાં જ એની આધ્યાત્મિક પ્રગતિનું પૂર્ણવિરામ આવી જાય છે અને પછી સિદ્ધિ પ્રદર્શનથી થયેલા મહિમાગાનમાં એ ડૂબી જાય છે. રામકૃષ્ણ પરમહંસ કે રણછોડદાસજી મહારાજે અપૂર્વ આધ્યાત્મિક ઊંચાઇ પ્રાપ્ત કરી હતી અને એમના જીવનના પ્રસંગોમાં આવી સિદ્ધિનો અણસાર સાંપડે છે, તો પણ એમણે ક્યારેય પોતાની સિદ્ધિની વાત કરી નથી.
કેટલાક ગુરુ ભક્તો કે શિષ્યોને જીવનની નશ્વરતા બતાવીને અને 'લક્ષ્મી હાથનો મેલ છે' એમ સમજાવીને દાન માગતા હોય છે. એમનો ઉપદેશ વૈરાગ્યનો હોય છે અને એમનું લક્ષ્ય ધનપ્રાપ્તિનું હોય છે. એ જીવનની ક્ષણભંગુરતાનો ઉપદેશ આપશે અને કહેશે કે આ જીવન ટૂંકું છે, આયુષ્ય અત્યંત મર્યાદિત છે અને સઘળું નાશ પામનારું અને મૃત્યુ તરફ ધસનારું છે.
આટલું કહ્યા પછી એમણે એ કહેવું જોઇએ કે તમારે જીવનની પ્રત્યેક પળ સત્કાર્યમાં વાપરવી જોઇએ. સારા માનવી તરીકે જીવવું જોઇએ અને સદાચારણ કરવું જોઇએ. પરંતુ જીવનની ભંગુરતા કહીને એ કહેશે કે મૃત્યુ સમયે બધું છોડીને જવાનું છે, માટે તમે અમારા આશ્રમ કે મંદિરમાં દાન આપો. જે હકીકત અન્યને માટે છે, એ એમને માટે ન હોય! ક્યારેક તો એવું બને છે કે વૈરાગ્ય અને ત્યાગના ધર્મનો ઉપદેશ આપનાર જ વધુ ને વધુ ધનપ્રાપ્તિનાં આયોજનો કરતાં હોય છે. કેટલાક ગુરુનું આચરણ સારું હોય છે, પરંતુ એમનું દર્શન ભ્રાંતિજનક હોય છે. દેહ અને આત્માના ભેદને જોવાનો વિવેક એમને પ્રાપ્ત થયો હોતો નથી. શિષ્યોને તેઓ કોઇ કલ્પિત અવધારણામાં ડૂબેલા રાખે છે અને તેને પરિણામે શિષ્યોને સ્વરૃપજ્ઞાાન થતું નથી.
આ રીતે સાચા ગુરુની કસોટી તો એ છે કે જે પરમાત્માની ઓળખ આપીને તમારા ભીતરમાં વસતા પરમાત્મા સાથે તમારું અનુસંધાન કરી આપે. એ ગુરુ રિદ્ધિ-સિદ્ધિની લાલસા, ચમત્કારના જાદુની ઇચ્છા કે પ્રસિદ્ધિની એષણા જગાવવાને બદલે તમારી ભીતરમાં છુપાયેલા પરમાત્માનો તમને પરિચય આપશે. ભગવાન મહાવીરનું એ વાક્ય યાદ કરવા જેવું છે કે 'હે મનુષ્ય! જેમ નાનકડી ગોટલીમાં આંબાનું વિશાળ વૃક્ષ છુપાયેલુ છે, એ જ રીતે તારા આત્મામાં પરમાત્મા છુપાયેલો છે.' આમ, આત્મામાં છુપાયેલા પરમાત્મા સાથે તંતુ જોડી આપે તે ગુરુ.

0 comments: