જાણ્યું છતાં અજાણ્યું
મૃત્યુ પામ્યા વિના શરીરત્યાગનું ઔષધ છે અરુણાચલ!
- આના ઉત્તરમાં રમણ મહર્ષિએ કહ્યું, 'સાધક અંતર્મુખ થાય ત્યાર પછી જ આત્મા એને પોતાની તરફ ખેંચે છે. જ્યાં સુધી એ બહિર્મુખ છે, ત્યાં સુધી આત્મસાક્ષાત્કાર અસંભવ છે
ભારતીય પરંપરામાં દેવોના નિવાસસ્થાન તરીકે પર્વતોનો મહિમા વર્ણવવામાં આવ્યો છે, પરંતુ શ્રી રમણ મહર્ષિએનો અરુણાચલ પર્વતને સ્વયં ઈશ્વરનું સ્વરૃપ માન્યો હતો. તેઓ કહેતા એની પ્રદક્ષિણા એ વ્યક્તિને સંસારના સુખથી માંડીને સ્વર્ગનું સુખ અને સત્ય લોકનો આનંદ આપે છે. આ ઉપરાંત એક સ્થળે એમણે અરુણાચલ પર્વત વિશે લખ્યું, 'આ જીવનમાં તીવ્ર દુઃખોથી કંટાળેલા હે મનુષ્યો ! જો તમે મૃત્યુ પામ્યા વિના શરીરત્યાગનું સાધન શોધતા હો તો પૃથ્વી પર આ એક એવું વિરલ ઔષધ છે જે ખરેખર મારી નાખ્યા વિના, એનો વિચાર કરતાંની સાથે તમારો વિનાશ કરી દેશે. સમજો કે આ અરુણાચલ સિવાય બીજું કોઈ નથી !'
આવા સત્, ચિત્ત, આનંદમય પ્રદેશમાં શ્રી રમણ મહર્ષિ ઉપાસના કરતા હતા. એમના અરુણાચલ પ્રદેશના લગભગ પિસ્તાળીસ જેટલાં પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન પ્રા. કાર્તિકેય ભટ્ટે 'શ્રી રમણ મહર્ષિ અરુણાચલ પરનાં સંસ્મરણો'એ પુસ્તકમાં લખ્યાં છે. આપણા પ્રકાંડ પંડિત પ્રો. એ.જી. ભટ્ટના સુપુત્ર અને અધ્યાત્મનિષ્ઠ કાર્તિકેય ભટ્ટે તેર જેટલાં ઉમદા આધ્યાત્મિક પુસ્તકોનું સર્જન કર્યું છે. એમનાં પુસ્તકોમાં ભક્તિ અને સત્યનો સંગમ જોવા મળે છે. અહીં એમણે રમણ મહર્ષિના વ્યક્તિત્વનો પરિચય થાય તેવાં હૃદયસ્પર્શી પ્રસંગો આલેખ્યા પછી એમના અધ્યાત્મ-બોધની ઓળખ આપી છે. આ અત્યંત સુંદર પુસ્તકમાં એમણે આલેખેલા રમણ મહર્ષિના અધ્યાત્મ-બોધનું (પ્રકાશક, ઈમેજ પબ્લિકેશન પ્રા.લિ.) વિવરણ જોઈએ.
કોઈએ શ્રી રમણ મહર્ષિને પૂછ્યું કે, 'ઉપનિષદો કોઈને કહે છે આત્મા જેને પસંદ કરે છે તેની સમક્ષ પોતાના સાચા સ્વરૃપને પ્રગટ કરે છે. તો પછી આપણો પ્રયત્ન શા ખપનો ?'
આના ઉત્તરમાં રમણ મહર્ષિએ કહ્યું, 'સાધક અંતર્મુખ થાય ત્યાર પછી જ આત્મા એને પોતાની તરફ ખેંચે છે. જ્યાં સુધી એ બહિર્મુખ છે, ત્યાં સુધી આત્મસાક્ષાત્કાર અસંભવ છે. ઘણા લોકો આત્માની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે, આત્માને જાણવાનો અને એમાં નિષ્ઠા કરવાનો પ્રયત્ન કોઈ કરતું નથી.' મહર્ષિ કહે છે ઃ 'પ્રયત્ન વિના કોઈ સફળ થતું નથી. મનોનિગ્રહ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર નથી. જે થોડા સફળ થયા છે, એ એમના ખંતપૂર્વકના પ્રયત્નથી થયા છે.'
મહર્ષિ કહે છે કે, આત્માનુભવ સ્થિર થતાં અલબત્ત સમય લાગે છે. વાસનાઓની ચંચળતાને કારણે આત્માનુભવને કાયમી બનતાં વાર લાગે છે. તૂટક તૂટક આત્માનુભવ પુનર્જન્મ રોકી શકતો નથી. સદ્ગુરુના સાનિધ્યમાં વાસનાઓ શાંત થાય છે, મન સ્થિર થાય છે અને સમાધિસુખ અનુભવાય છે. પણ આત્મામાં કાયમ સ્થિર થવા માટે એણે આગળનો પ્રયત્ન કરવો પડે છે. એમાં સફળ થતાં એ પોતાની સાચી સત્તા જાણશે અને જીવન્મુક્ત થશે.
ભૂતકાળ કે ભવિષ્યકાળની કે પૂર્વજન્મ અને પુનર્જન્મની વાત જાણવાનો પ્રયત્ન કરનારને મહર્ષિ એમની લાક્ષણિક ઢબે સચોટ ઉત્તર આપતા હતા. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું ઃ 'ભૂતકાળ અને ભવિષ્યકાળ નથી, ફક્ત વર્તમાન છે. જ્યારે તમે અનુભવ્યું ત્યારે ગઈ કાલ વર્તમાન હતી અને આવતી કાલ પણ વર્તમાન જ હશે, ત્યારે તમે એનો અનુભવ કરશો.'
સદ્દર્શનમાં શ્રી રમણ મહર્ષિ કહે છે ઃ 'ભૂત અને ભવિષ્ય વર્તમાન પર આધારિત છે. એના સમયમાં ભૂત વર્તમાન હતું અને ભવિષ્ય પણ વર્તમાન જ રહેશે. વર્તમાનને જાણ્યા વગર ભૂત અને ભવિષ્યને જાણવાનો પ્રયત્ન એકડા વિના મીંડાં ગણવાના પ્રયત્ન જેવો છે.'
શ્રી રમણ મહર્ષિ સ્કંદાશ્રમમાં રહેતા હતા ત્યારે જડ સ્વામી એક જ્યોતિષીથી પ્રભાવિત થઈને તેમને મહર્ષિ પાસે લઈ આવ્યા તથા મહર્ષિને હાથ દેખાડવા ખૂબ આગ્રહ કર્યો. મહર્ષિએ 'ના' પાડતાં કહ્યું, 'આપણે વર્તમાનને સમજી શક્યાં નથી, ભવિષ્યને જાણવાનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ?'
સંતો, જ્ઞાાનીજનોના દુર્ગમ વર્તનની આલોચના કરવાની શ્રી રમણ મહર્ષિએ ના પાડી છે. જિજ્ઞાાસુઓ સાથેની વાતચીતમાં કેટલીક વાતચીત દ્વારા તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્ઞાાનીના બાહ્ય દેખાવ કે દેખીતા આચરણ માટે એમની નિંદા કરવાની ભૂલ ન કરવી જોઈએ. શરીર સાથે જોડાયેલો જીવન્મુક્ત પુરુષ એના પ્રારબ્ધને લીધે જ્ઞાાન કે અજ્ઞાાનમાં સરી પડતો જણાય છતાં એ સદૈવ આકાશની જેમ નિર્મળ રહે છે. ભલે એ ઘટ્ટ વાદળોથી છવાયેલું હોય કે વાયુવેગથી વાદળો હઠી જવાથી સ્વચ્છ બનેલું હોય... એ અભણ માણસની જેમ મૌન રહે છે, પણ એની આવી બેદરકારી વેદોની વૈખરી વાણીમાં રહેલા દ્વૈતભાવને કારણે હોય છે. એનું મૌન એણે અનુભવેલા વેદોના વાસ્તવિક સારરૃપ અદ્વૈતની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે... એથી વિરુદ્ધ, જો એ પાગલની જેમ અસંબદ્ધ પ્રલાપ કરતો હોય તો એનું કારણ પરસ્પર આલિંગનબદ્ધ પ્રેમીઓના અનુભવની જેમ એનો અનુભવ અવર્ણનીય છે તે છે.
શ્રીકૃષ્ણનું ઉદાહરણ આપીને મહર્ષિ કહે છે, 'જો હું નિત્ય બ્રહ્મચારી હોઉં તો બાળક પુનર્જીવિત થાઓ. (મૃત જન્મેલ પરીક્ષિત) બાળક શ્વાસ લેવા માંડયું. જરા વિચારો કેવી રીતે સોળ હજાર ગોપીઓથી વીંટળાયેલા શ્રીકૃષ્ણ બ્રહ્મચારી છે ! જીવન્મુક્તિનું આવું રહસ્ય છે. આત્માથી ભિન્ન કંઈ પણ ન જોનાર જીવન્મુક્ત છે, પરંતુ કોઈ વ્યક્તિ સિદ્ધિનું પ્રદર્શન કરવા માંગે તો એ નિષ્ફળ-નિંદાપાત્ર થાય છે.'
કર્મ વિશે આપણે ત્યાં ઘણું ચિંતન મળે છે અને કર્મની બાબતમાં જુદા જુદા મતો પ્રવર્તે છે. શ્રી રમણ મહર્ષિ કહેતા હતા, 'પ્રારબ્ધ કર્મ ત્રણ પ્રકારનું છે. ઈચ્છા, અનિચ્છા અને પરેચ્છા. આત્મજ્ઞાાની માટે ઈચ્છા પ્રારબ્ધ નથી, પણ બીજી બે અનિચ્છા અને પરેચ્છા પ્રારબ્ધ રહે છે. જ્ઞાાની બધું જ બીજાંઓ માટે કરે છે. જો એણે બીજાઓના હિત માટે કંઈ કાર્ય કરવાનું હોય તો એ કરે છે, પરંતુ આવાં કાર્યોનાં પરિણામથી એ અસ્પૃષ્ટ રહે છે. જ્ઞાાની પુરુષ જે પણ કરે એનાથી એને પાપ કે પુણ્ય લાગતાં નથી, છતાં જ્ઞાાનીઓ દુનિયામાં જેમને બધા સ્વીકારે અને યોગ્ય માને છે એવાં કામ જ કરે છે, બીજાં નહિ.'
ઘણીવાર ભક્તો મુક્તિ અને દેહના અસ્તિત્વ વિશે પ્રશ્નો કરતા. તેઓ પૂછતા, 'મુક્તિ પ્રાપ્ત થયા પછી દેહનું ભૌતિક અસ્તિત્વ ટકી રહે છે કે નહિ ?' આ સંદર્ભમાં મહર્ષિએ કહ્યું હતું ઃ 'આત્મસિદ્ધિ થતાંની સાથે જ જો વ્યક્તિએ દેહનો ત્યાગ કરી દેવાનો હોય તો આત્મજ્ઞાાન અથવા સાક્ષાત્કાર બીજા લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે હું સમજી શકતો નથી અને એનો અર્થ એ થાય કે જે લોકોએ પુસ્તકો દ્વારા પોતાની આત્મસિદ્ધિનું ફળ આપણને આપ્યું છે એ સૌને જ્ઞાાની ગણાવી શકાય નહીં, કારણ કે આત્મસિદ્ધિ પછી પણ એમણે જીવન ટકાવી રાખ્યું હતું અને જો એવું માનવામાં આવે કે જ્યાં સુધી મનુષ્ય દુનિયામાં કર્મ કરતો હોય (અને મન વિના કર્મ સંભવિત નથી) ત્યાં સુધી એને જ્ઞાાની ગણાવી શકાય નહિ તો પછી જ્ઞાાનપ્રાપ્તિ પછી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલા મહાન સંતોને જ નહીં, પણ દેવો અને ખુદ ઈશ્વરને પણ અજ્ઞાાની કહેવો પડે, કારણ કે એ સૃષ્ટિની રક્ષા કરે છે. હકીકત તો એ છે કે જ્ઞાાની પ્રવૃત્તિની સાથે એકરૃપ બન્યા વિના અથવા પોતાને કર્તા માન્યા વિના ગમે તેટલું કાર્ય કરી શકે છે અને સરસ રીતે કરી શકે છે. એના દેહની મારફત કોઈક શક્તિ કાર્ય કરી રહી હોય છે અને એ શક્તિ એના દેહનો એ કાર્ય અર્થે ઉપયોગ કરી રહી હોય છે. જ્ઞાાની જાણે છે કે એ આત્મા છે અને આત્માથી અન્ય દેહ કે બીજી કોઈ વસ્તુ નથી. આવા જ્ઞાાનીને દેહ રહે કે ન રહે કશો ફેર પડતો નથી.'
શ્રી રમણ મહર્ષિકૃત 'ઉપદેશસાર' સ્તોત્રમાં આનું ક્રમબદ્ધ રીતે નિરૃપણ કરવામાં આવ્યું છે. કર્મકાંડ દ્વારા સિદ્ધિઓ મેળવવા માટે ગાંડા બનેલા દારુકવનના તપસ્વીઓને ભગવાન શિવે શો ઉપદેશ આપ્યો હશે તે લખવા મહર્ષિના અનન્ય ભક્ત કવિ શ્રી મુરુગનારે વિનંતી કરી. આ વિનંતીના સ્વીકારરૃપે જે કાવ્ય મહર્ષિ દ્વારા રચાયું તે આ ઉપદેશસાર. આ એક જ કાવ્ય એવું હતું કે જેની મહર્ષિએ યોજનાપૂર્વક નિશ્ચિત હેતુ માટે એકી બેઠકે રચના કરી. આની રચના મહર્ષિએ ભક્તોની ઈચ્છાને ધ્યાનમાં લઈને તામિલ, તેલુગુ, મલયાલમ અને સંસ્કૃત એમ ચાર ભાષાઓમાં કરી હતી. આમાં કર્મ ભક્તિ, યોગ અને જ્ઞાાનના રત્નોની શ્રી રમણ મહર્ષિએ સુંદર માળા ગૂંથી છે.
શ્રી કાર્તિકેય ભટ્ટનું આલેખેલું ચરિત્ર એ આ મહાન મહર્ષિની અધ્યાત્મ સૃષ્ટિની ઓળખ આપે છે. એમના જીવનના પ્રસંગોનું એક ઉમદા સાધકની દ્રષ્ટિએ એમણે આલેખન કર્યું છે, તો એમના ઉપદેશમાં શ્રી રમણ મહર્ષિ દ્વારા કઈ રીતે અધ્યાત્મના પ્રગટ થયા એ ઉજાગર કરી આપ્યું છે.

0 comments: