પ્રભુની આરાધના ઃ રડતી આંખે કે હસતા હૃદયે?
- એવું માનવું પણ નહીં કે આંખમાં આંસુ લાવીશું તો જ ભગવાન આપણા પર એની આંખ ઠેરવશે
ઓહ ! સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને રાજ છોડવું પડયું અને સ્મશાનમાં ચંડાળ તરીકે રહેવું પડયું ! રાજકુમાર ભક્ત ધુ્રવને રાજ છોડીને કેવું આકરું તપ કરવું પડયું ! અરે ! ભક્તકવિ નરસિંહ મહેતા નાગરી નાતની મજાકનું કેવું કારણ બન્યા ! મીરાં પર પડેલી મુશ્કેલીઓની તો કલ્પના કરો કે જેને ઝેરનો પ્યાલો પીવો પડયો. સંત તુકારામ કે સંત એકનાથનું જીવન જુઓ કે પછી રામકૃષ્ણ પરમહંસ કે શ્રી રમણ મહર્ષિનું જીવન જુઓ. એ બધાના પર આપત્તિઓનો કેવો વરસાદ વરસ્યો છે !
આપણે એ સંતોનું જીવન જોઇને શું વિચારીએ છીએ ? એમ માનીએ છીએ કે ઓહ ! આવા મહાન સંતોને પણ કેવાં કેવાં દુઃખો સહન કરવાં પડયાં છે. વળી એમ પણ થાય કે ભગવાન ભક્તની આવી અને આટલી બધી પરીક્ષા શા માટે લેતો હશે ? એવો પણ તર્ક જાગે કે દુષ્ટ માણસોને કોઈ દુઃખ મળતું નથી અને શ્રીરામ કે પાંચ પાંડવોને વનમાં વસવું પડયું ! જ્યારે ભક્તિના સ્થાનમાં ભક્તનાં જીવનમાં આવતા દુઃખોનું વર્ણન થતું હોય, ત્યારે શ્રધ્ધાળુ કેટલો ગળગળો થઇ જતો હોય છે. કોઈ કથાકાર એ દુઃખોનું હૃદયદ્રાવક શૈલીમાં વર્ણન કરતો હોય, ત્યારે શ્રોતાઓની આંખમાંથી ચોધાર આંસુ વરસતા હોય છે અને ખુદ કથાકારની આંખો પણ ભીની થઇ જતી હોય છે. આની પાછળ ભક્તિભાવ રહેલો છે, પરંતુ એ સમયે આપણે એક ભેદ ભૂલી જઇએ છીએ.
રાજા હરિશ્ચંદ્ર કે પછી જૈન ધર્મના પુણિયા શ્રાવક કે કામદેવ શ્રાવકની કથા હોય, ત્યારે આપણે એમનાં દુઃખને આપણાં દુઃખોના ચશ્માથી જોઇએ છીએ. બાહ્ય દુઃખ આવે અને આપણે અકળાઈ જઇએ છીએ, અધીરા થઇ જઇએ છીએ, હતોત્સાહ થઇ જઇએ છીએ અથવા તો છેક આત્મહત્યા કરવા સુધીનો વિચાર કરીએ છીએ. પછી તો કેટલાય તર્ક કરવા માંડીએ છીએ કે આ દુનિયામાં બધા જ લોકો સુખી છે અને હું એકલો આટલો બધો દુઃખી શા માટે ? કોઈને માથે આફત આવતી નથી અને મારે માથે જ શું કામ ? કદાચ મેં કોઈ ભૂલ કે દોષ કર્યો હોય, તો પણ તે એટલો સામાન્ય કે નગણ્ય છે કે એની આટલી મોટી સજા ન હોય ! અને પછી દુઃખના ભારથી દબાયેલું મન આંસુ સારશે, પોતાના નસીબને દોષ આપશે, અગાઉનાં કર્મોને કારણરૃપે જોશે અને ઇશ્વરને ફિટકાર આપવા માંડશે.
આની સામે ભક્તોનું જીવન જુઓ. એમણે ક્યારેય બીજા સુખી અને પોતે કેમ દુઃખી - એવી ફરિયાદ કરી નથી. એમણે ક્યારેય એમ કહ્યું નથી કે મને જેવી મુશ્કેલી પડે છે, એવી મુશ્કેલી કેમ બીજાને પડતી નથી ? સંસારી માણસ સુખના અભાવને કારણે ફરિયાદ કરે છે અને ભક્ત ઇશ્વરશ્રદ્ધાને કારણે ક્યારેય ફરિયાદ કરતો નથી. એ જે કંઇ આવે, જે કોઈ ઘટના બને, તેને પ્રભુપ્રસાદી તરીકે સ્વીકારે છે. આવું દુઃખ પોતાને જ કેમ અને બીજાને કેમ નહીં, એવા વિવાદમાં પડતો નથી. આનું કારણ શું ?
એનું કારણ એ કે સાધક પાસે દુઃખને જોવાની, પામવાની અને અનુભવવાની એક જુદી શક્તિ હોય છે. જગત જેને દુઃખ માને છે, એ સાધકની નજરે દુઃખ હોતું નથી. જગત જેને સુખ માને છે એ પણ સાધકની નજરે સુખ હોતું નથી. આ વાતને જરા વધુ સ્પષ્ટ કરીએ તો ચંપાનગરીના મહાધનિક કામદેવ શ્રાવકની વાત કરીએ. અઢાર કોટિ દ્રવ્ય અને દસ દસ હજાર ગાયોવાળા છ ગોકુળના માલિક કામદેવ શ્રાવક એક પ્રાતઃકાળે સઘળી સંપત્તિ અને સંસાર છોડીને પૌષધશાળામાં જઇને ધર્મધ્યાન કરવા લાગ્યો. આ સમયે મહાશ્રાવક કામદેવની કસોટી કરવાનું નક્કી કરતાં એક દેવે અનેક ભયાવહ રૃપો ધારણ કર્યા. તીક્ષ્ણ ખડ્ગ વડે એનું મસ્તક વાઢી નાખવાની ધમકી આપી. ત્યારે કામદેવ શ્રાવકે કહ્યું,
'હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે નહીં.'
એ પછી એને પરેશાન કરવા આવેલા દેવે તોફાની હાથીનું રૃપ લીધું, ફણાવાળા ભયંકર સર્પનું રૃપ લઇને વિષના દંશ દીધા, પરંતુ કામદેવ શ્રાવક તો ભગવાન મહાવીરનું સ્મરણ કરતો અધિકમાં અધિક પરમ શુભ ઘ્યાનમાં ડૂબી ગયો. અંતે દેવે મહાશ્રાવક કામદેવની ક્ષમા માગી.
આ ઘટનામાં જે દુઃખોનું વર્ણન છે, એ વાસ્તવિક દુઃખો છે એમ માનીને પરેશાન કરવા આવેલો દેવ મહાશ્રાવક કામદેવને પીડા આપે છે, પરંતુ કામદેવને માટે આ પીડા એ પીડા નથી, પરંતુ એના દ્વારા એ એના પુરુષાર્થમાં વધુ દ્રઢતા કેળવે છે. રાજા હરિશ્ચંદ્રની વિશ્વામિત્રે આકરી પરીક્ષા કરવા માટે રાજપાટ દાનમાં લઇ એને રઝળતા કરી દીધા. આફત એવી આવી કે રાજા હરિશ્ચંદ્રને પોતાની રાણી તારામતી અને પુત્ર રોહિતનો ત્યાગ કરવો પડયો અને ચંડાળને ત્યાં દાસરૃપે રહેવું પડયું. એના પુત્ર રોહિતનું અકાળ અવસાન પણ થયું. એ પછીની ઘટના કહે છે કે અંતે ઋષિ વિશ્વામિત્રે પ્રસન્ન થઇ રોહિતને સજીવન કર્યો અને રાજા હરિશ્ચંદ્રને એનું રાજપાટ પાછું સોંપ્યું.
અયોધ્યાના સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્ર પર આવેલી આ વિપત્તિઓ સામાન્ય વ્યક્તિને વિપત્તિ લાગે, પરંતુ રાજા હરિશ્ચંદ્રને એ દુઃખદ ન લાગે. એમને તો જો પોતાના સત્યવ્રતનો ભંગ થયો હોત, તો દુઃખ લાગ્યું હોત. પણ એમનું વ્રત સંપૂર્ણપણે પળાયું એનો એમને આનંદ થયો.
લેખકો, વિજ્ઞાાનીઓ અને કલાકારો એમની કલાની મસ્તીને ખાતર ભૂખ્યા રહીને કામ કરે છે. કવિ નર્મદના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે માત્ર ચાર આનાનાં શીંગચણા પર જીવવું પડયું. પણ એણે એના સાથી નરભેરામને રૃઆબથી કહ્યું કે, 'જાવ, પાવલીની સીંગ લઇ આવો.' જો નર્મદ દુઃખી થયો હોત તો લમણે હાથ મૂકીને, રડતી આંખે હતાશ મનથી અને વસવસાથી દબાયેલા અવાજે નરભેરામને કહ્યું હોત. એને બદલે એણે સિંહની છટાથી વાત કરી.
આનો અર્થ જ એ કે કલાકારો કે વૈજ્ઞાાનીઓ કષ્ટથી ડરી જતા નથી. દુઃખથી હારી જતા નથી અને એને કારણે જ એ મહાન શોધ કે સર્જન કરી શકે છે. આમ લોકોની દ્રષ્ટિએ દુઃખને નહીં પણ ભક્તની દ્રષ્ટિએ દુઃખને જોવું જોઇએ. આથી જ એ પ્રસિધ્ધ પંક્તિ છે, 'મહીં પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને'
હકીકતમાં સામાન્ય માનવી અને સાધકના સુખઃદઃખનાં ત્રાજવાં સાવ જુદાં છે. આથી જ ગળગળા અવાજે પ્રભુને આજીજી કરીને પ્રાર્થના કરવાની કોઈ જરૃર નથી. એવું માનવું પણ નહીં કે આંખમાં આંસુ લાવીશું તો જ ભગવાન આપણા પર એની આંખ ઠેરવશે. ભગવાનને રડતું હૃદય જોઇતું નથી, પણ પ્રસન્ન ચિત્ત જોઇએ છીએ. સામાન્ય જીવનમાં કોઈ દુઃખ આવે, ત્યારે ઘણી વ્યક્તિ તત્કાળ પ્રભુભજન કરવા લાગતી હોય છે. આંખોમાં આંસુ સાથે દોડી જાય છે. એક પ્રકારની તીવ્રતા હોય છે. પરંતુ આ તીવ્રતાની પાછળ પાયાનો ભાવ કયો ? મોટે ભાગે કોઈ દુઃખ આવી પડતાં વ્યક્તિ ભગવાન પાસે દોડી જાય છે. એનો અર્થ એ કે એ દુઃખનું કારણ મોટે ભાગે આસક્તિ જ હોય છે. કોઈ અણધાર્યું દુઃખ આવે ત્યારે એ પ્રભુને મોટે સાદે બે હાથ ફેલાવીને પોકાર કરતો હોય છે. આંખોમાં આંસુ લાવીને કોઈ વિરહિણી સ્ત્રીની માફક આર્ત અવાજે પ્રાર્થના કરીએ તો જ પ્રભુ સાંભળે છે એવી માન્યતા વ્યાપકપણે જોવા મળે છે અને તેથી ઇશ્વરની આરાધના પ્રસન્નતાથી કરવાને બદલે પામરતાથી કરવામાં આવે છે.
દુઃખના બોજને કારણે દોડીને ઈશ્વરની ભક્તિ કરનારને થોડો સમય શાંતિ મળે છે. એ જેટલો સમય ભગવાનની આગળ દુઃખ પ્રગટ કરવામાં ગાળતો હશે, એટલો સમય એના મનને શાંતિનો અનુભવ થતો હશે. પરંતુ જેવું ઇશ્વર સમક્ષ આક્રંદ કે રૃદન બંધ કરે છે કે તરત જ એની ભક્તિમાં પૂર્ણવિરામ આવી જાય છે. માત્ર થોડીક ક્ષણો જ દેહભાવથી પર થયા બાદ ફરી દેહભાવમાં આવી જાય છે.
આવી રીતે પ્રાર્થના કરતી વખતે આપણે મોહગ્રસ્ત બનીને ઇશ્વરને આપણી આપત્તિઓની વાત કરતા હોઈએ છીએ. એક બાજુ એને 'સર્વજ્ઞા' અને 'સર્વશક્તિમાન' કહીએ છીએ અને બીજી બાજુ એની સામે આપણા દુઃખનું વર્ણન કરીએ છીએ. જ્યારે સાચો ભક્ત એ પ્રભુને પોતાનાં દુઃખો સાથે પ્રાર્થના કરશે નહીં. બલ્કે, એ તો પ્રભુ પર શ્રધ્ધા રાખીને આનંદભેર એની પ્રાર્થના કરશે. કારણ કે એને માટે આપત્તિ, મુસીબત કે આફત એ દુઃખ નથી. એને માટે તો આનંદમય ચિત્તથી થતી ઈશ્વરસાધનાની વચ્ચેનો મુકામ છે.

0 comments: