આત્મચૈતન્યના સાક્ષાત્કાર સમી અપ્રગટ ડાયરી
- જેમાં અધ્યાત્મને સમાંતર રહી નિજત્વને અસલ સ્વરૃપે વ્યક્ત થવા દેવાયું હોય, તેમજ શબ્દ શબ્દે સત્યની સોડમ છંટાઇ હોય એવી ડાયરી જ વાંચનારને પરમ આત્મસંતૃષ્ટિની અનુભૂતિ કરાવે...!
આ વર્ષ એ જ્ઞાાનયોગી, ધ્યાનયોગી અને કર્મયોગી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના સૂરીપદનું શતાબ્દી વર્ષ છે.
એક એવી અપ્રતિમ પ્રતિભા કે જેમને આજે પણ જનસમૂહ અઢારે આલમના અવધૂત તરીકે યાદ કરે છે. જૈન હોય કે બ્રાહ્મણ, પિંજારા હોય કે પાટીદાર, મુસલમાન હોય કે ઠાકોર- સહુ કોઇ સંત તરીકે સૂરિજીને આદરભાવ આપે છે.
એમણે સમાજમાં કરેલા સુધારા જોઇને કોઇ એમને સમાજસુધારક તરીકે સ્મરે છે, તો કોઇ એમના રાજકીય વિચારોને જોઇને એમને રાષ્ટ્રના દીર્ધદ્રષ્ટા તરીકે ઓળખાવે છે. કોઇ એમના ગ્રંથોના જ્ઞાાનસાગરમાં ઉલ્લાસભેર આનંદ પામે છે, તો કોઇ એમને ધ્યાનયોગી તરીકે એમની ધ્યાનસાધનાનું સ્મરણ કરે છે.
આશ્ચર્યની ઘટના તો એ છે કે વિ.સં. ૧૯૭૦ના માગસર સુદી પૂર્ણિમા, શનિવાર એટલે કે ૧૯૧૩ની તેરમી ડિસેમ્બરે ચતુર્વિધ સંઘ સમક્ષ અનેક ગામ અને શહેરના શ્રાવકો અને શ્રાવિકાઓની સંમતિ તથા આગ્રહથી પેથાપુરમાં આચાર્યપદ ગ્રહણ કર્યું, પણ જિજ્ઞાાસુઓને એ જાણીને આશ્ચર્ય થશે કે એના બે દિવસ પૂર્વે માગસર સુદ તેરસના દિવસે અમદાવાદનાં ઝવેરીવાડના ઝવેરી મંગળદાસ રતનચંદ સાથે પેથાપુરના દક્ષિણ દિશાના મોટા વાંઘામાં ટેકરા પર બેસીને સૂરીમંત્રની યોગરાજ પીઠનું ધ્યાન કર્યું હતું. આચાર્યશ્રીની ડાયરીની નોંધમાં પોતાના વિહારનાં સ્થળો દરમિયાન ક્યાં ક્યાં આત્મસમાધિનો અનુભવ કર્યો હતો, આત્મસમાધી લગાવી એની રસપ્રદ વિગતો મળે છે.
આવા મહાન આચાર્યના સૂરીપદના શતાબ્દી પ્રસંગે પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરિશ્વરજી અને પ્રભાવક આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરિશ્વરજીની નિશ્રામાં આગામી ૧૫મી જૂને પાલનપુરમાં અનેક વિદ્વાનો જ્ઞાાનગોષ્ઠી કરશે. શ્રુતઆરાધનાના આ અવસર સમયે આચાર્ય બુદ્ધિસાગરજીની દીક્ષાભૂમિ પાલનપુરમાં, ગુજરાત, મુંબઇ અને ભાવનગરથી આવનારા પંદર જેટલા વિદ્વાનો, લેખકો અને સંશોધકો યોગનિષ્ઠ આચાર્ચશ્રી બુદ્ધિસાગરસૂરિજીના જીવન અને કવન વિશે મનનીય વક્તવ્ય આપશે. અને આ પ્રસંગે આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આધ્યાત્મિક યાત્રાનું અદ્ભુત બયાન કરતી અપ્રગટ ડાયરી 'આત્મચૈતન્યની યાત્રા'નું પ્રકાશન થશે. જેના દ્વારા યોગનિષ્ટ આચાર્યના ભવ્ય જીવન, ઉત્કૃષ્ઠ પ્રતિભા અને વિભૂતિમત્તાના દર્શન થશે અને એ અપ્રગટ રોજનીશી વિશે આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરિશ્વરજીએ આલેખેલા મનનીય વિચારો પર દ્રષ્ટિપાત કરીએ. તેઓ કહે છે-
જ્યાં સત્ય છુપાઇ જતું હોય અને હકીકતોના ચહેરા પર દુપટ્ટો ઢાંકી દેવાયો હોય તથા માત્ર ને માત્ર 'સ્વ'ના સુષ્ઠુ સુષ્ઠુ સ્વરૃપને જ ચાલાકીપૂર્વક પ્રગટ કરાયું હોય, એવી ડાયરીઓ તો ઘણીય જોવા મળે... પણ જેમાં અધ્યાત્મને સમાંતર રહી નિજત્વને અસલ સ્વરૃપે વ્યક્ત થવા દેવાયું હોય, તેમજ શબ્દ શબ્દે સત્યની સોડમ છંટાઇ હોય એવી ડાયરી જ વાંચનારને પરમ આત્મસંતૃષ્ટિની અનુભૂતિ કરાવે...!
હોય એવી ડાયરી ?
હા, છે, એવી ડાયરી પણ છે.
જે અપ્રગટ છે, છતાં વાંચતાં જ આત્મતૃષાનું શમન થવા લાગે છે અને એ ડાયરી લખાઇ છે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સત્યપ્રિય કસાયેલી કલમે.
એ ડાયરી નોખી- અનોખી અને સાચા અર્થમાં 'ડાયરી' છે, કારણ કે ક્ષણ ક્ષણની સચ્ચાઇને રણકતા શબ્દ થકી આલેખવામાં આવી છે. સર્વત્ર આત્મચિંતન અને આત્મસંવાદનો આહ્લાદ જોવા મળે છે. કારણ કે ક્યાંય શબ્દછલના કે વાસ્તવનો ઢાંકોઢૂબો નથી. કારણ કે રોજ રોજ કેલેન્ડરોના દટ્ટામાંથી ફાટતાં પતાકડાંમાં આકૃતિ પામતી સચ્ચાઇને સ્વેચ્છાપૂર્વક વ્યક્ત થવા દેવાઇ છે. કારણ ? કારણ કે તે અધ્યાત્મના ઉત્તુંગ શિખરે બિરાજમાન પરમ વંદનીય આત્મયોગીની ડાયરી છે.
જે છે, તે જેમનું તેમ છે
માત્ર શબ્દોમાં ઝિલાયા છે પ્રસંગો.
મનને સચ્ચાઇપૂર્વક વહેવા દેવાયું છે.
સહજતા, સરળતા અને સાધના- આ ત્રિપ્રવાહો એક સાથે જ વહે છે. અપ્રમત્તભાવે આત્માનુભવને જે છે એ સ્વરૃપે વ્યક્ત કરવાનું કામ કપરું છે. ભલ-ભલા 'શ્રેષ્ઠત્વ' પામેલા સર્જકો પણ જ્યારે પોતાની ડાયરીમાં 'સ્વ' અને 'બાહ્ય'ની ઘટનાઓને આલખેવા બેસે છે ત્યારે 'સ્વ-હાનિ'થાય તેવા પ્રસંગોને મરોડી- મચકોડી નાખે છે, જેમાં ક્યાંય સત્ય શોધ્યું જડતું નથી. 'સ્વ-પ્રશંસા'માં પડી જતો સર્જક શબ્દોના જંગલમાં 'સચ્ચાઇ'ને ખોઇ નાખે છે.
પણ મને કહેવા દો કે આ યોગનિષ્ઠ આચાર્યશ્રીની અપ્રગટ ડાયરીમાં જે ઉજાગર થયું છે, તે અણમોલ અને આત્મપ્રતીતિકર છે. આમ તો પૂજ્યશ્રીએ સમયના લાંબા પ્રવાહના લંબાણકાળની રોજનીશીઓ લખી છે, પણ એ સર્વ સુપ્રાપ્ય નથી. માત્ર એક જ વર્ષની રોજનીશી પ્રાપ્ત કર્યાનો આનંદ આપણે લઇ શકીએ એમ છીએ.
છતાં આટલી રોજનીશી પણ પૂજ્યશ્રીની ભવ્ય અદ્ભુત આંતરસમૃદ્ધિનો સાક્ષાત્કાર કરાવી જાય છે. આંતરપથ પર આગળ વધવાનું કામ અઘરું હોવા છતાં પૂજ્યશ્રીએ આત્મમાર્ગ અને અધ્યાત્મપથ પર જ્ઞાાનડગલાં માંડયાં છે. વિહાર, વ્યાખ્યાન અને સાધનાની ભરમાર વચ્ચે ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ શબ્દ સાથેના અંતરંગ સંબંધને અખંડ અતૂટ રાખ્યો છે. એમના શબ્દોમાં, એમની ગઝલોમાં એમનું આત્મચૈતન્ય ધોધમારપણે પ્રગટતું- પમરતું- વરસતું વહેતું જોવા મળે છે.
ભીતરમાં ભાવ ઘૂંટાય, ભાષા ઘૂંટાય, શબ્દ ઘૂંટાય અને પછી આત્મસાધકની કલમ કલરવતી કલરવતી વ્યક્ત થાય. ક્યારેક તેઓ 'સ્વ'ને 'પરમ'માં તબદીલ કરવાનો ભાવ અનુભવે છે. ને એટલે તો અપ્રગટ ડાયરીના એક પૃષ્ઠ પર તેઓ કહે છે, 'ઉત્તમ જ્ઞાાન, દર્શન અને ચારિત્ર્ય દ્વારા 'સ્વ'માં પરમાત્મત્વ અનુભવાઓ.'
પૂજ્યશ્રીના પદ્યમાં પણ આંતરસત્યની પરમ ગતિ પ્રગટ થાય છે. એ કહે છે, 'વિદ્યા અને શુભ જ્ઞાાન સમ કોઇ દાન નહીં એમ દેખવું. વિદ્વાન જ્ઞાાની સમ નહીં કો પૂજ્ય જગમાં પેખવું.' જ્ઞાાન સન્માનને યોગ્ય છે. વિદ્વત્તા સદૈવ આદરણીય છે. આ સનાતન સત્ય તેમણે સહજભાવે અભિવ્યક્ત કર્યું છે. પૂજ્યશ્રીએ આલેખેલા ૧૧૫ ગ્રંથો એમના આત્મચૈતન્યનો સાક્ષાત્કાર કરાવનારા છે. તમામ ગ્રંથો તત્ત્વજ્ઞાાન, ચિંતન, અધ્યાત્મભાવ, કાવ્યો અને જ્ઞાાનોપાસનાના મહાગ્રંથો છે. ને એટલે જ તો તત્સમયના વિખ્યાત સર્જકો પણ એમના સર્જનની ભૂરિભૂરિ પ્રશંસા કરે છે. એમણે લખેલ ગ્રંથ 'કર્મયોગ' એટલો તો સ્વયંસાર્થક અને બેમિસાલ છે કે ખુદ લોકમાન્ય ટિળક કહે છે, 'મને ખબર હોત કે તમે 'કર્મયોગ' ગ્રંથ લખવાના છો, તો હું એ વિષય પર ન લખત.'
ડાયરીના શબ્દોમાં ક્યાંય ડંખ નથી કે કશો પૂર્વગ્રહ નથી. બસ, સહજ ભાવે શબ્દધારા વહે છે. હા, એક વાત જરૃર છે. ઇમાનદારી કે પ્રામાણિકતા પર બોધવાણી ઉચ્ચારનારાઓનો તો આ જગતમાં તોટો નથી, પણ પ્રામાણિકતાને આચરણમાં મૂકનાર કેટલા ? બહુ ઓછા. આંગળીના વેઢે ગણાય એટલા. કદાચ એટલા પણ નહી ! તેઓ અવારનવાર 'સમાધિસુખ'ની વાત કરે છે. અધ્યાત્મમાર્ગી મનુષ્ય આત્મોન્નતિના લક્ષ્ય સાથે અગ્રગમન કરીને 'આત્મસમાધિ'ને સંપ્રાપ્ત કરી શકે છે. તેઓ ડાયરીમાં લખે છે ઃ 'આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રગટે છે અને સહજ સુખની ખુમારીનો અનુભવસ્વાદ આવે છે.'
આ અપ્રગટ ડાયરી એક અધ્યાત્મ યોગીની કલમે લખાઇ છે અને તેથી જ 'ડાયરી સાહિત્ય'માં તે અણમોલ અને વિશિષ્ટ પ્રદાન બની રહે છે. સંસારસ્થિત સ્વાર્થપરસ્ત વ્યક્તિઓ ડાયરીઓ જરૃર લખે છે, પણ એમાં સત્ય ઓછું અને સ્વપ્રશસ્તિની માત્રા વધુ હોય છે. પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની કલમે લખાયેલ આ અપ્રગટ ડાયરી અધ્યાત્મમાર્ગે આગળ વધવા માગતા શુભાશયી મનુષ્યો માટે માત્ર પ્રેરણામૃતનું પાન કરાવનાર જ નહીં, પરમાત્મત્વના દર્શન માટેનું દ્વાર ખોલનાર પણ છે, જેમાં સત્ય છે, અધ્યાત્મ છે, સહજતા છે, કરુણા છે અને સવિશેષ તો આત્મચૈતન્યનો સાક્ષાત્કાર છે.

0 comments: