દુઃખ પાસે દિવ્યતાનું વરદાન છે !
- દુઃખ એ આંતરદર્શન કરાવે છે. અધ્યાત્મ પથે પ્રયાણ કરાવે છે, અને આત્મદ્રષ્ટિ કરાવે છે
સામાન્ય માન્યતા એવી છે કે સાચી અને દ્રઢ ધર્મશ્રધ્ધા ધરાવનાર સાધક કે સંતના જીવનમાં અપાર આપત્તિઓ આવતી હોય છે. એને માથે સંસારનાં દુઃખો વીંઝાતા હોય છે. ભક્ત નરસિંહ મહેતાની જેમ એને જીવનમાં કર્તવ્ય બજાવવાનાં હોય છે. સંત તુકારામની જેમ કર્કશા પત્નીની સાથે સંવાદી જીવન જીવવાનું હોય છે. અખા ભગતની જેમ જેના પર શ્રધ્ધા મૂકી હતી એની જ અશ્રધ્ધાનો અનુભવ થાય છે. ભગવાન શ્રીરામને વનવાસ વેઠવો પડે છે. ભગવાન મહાવીરને રાક્ષસો અને દુષ્ટોનાં અનેક ઉપદ્રવો (ઉપસર્ગો) સહેવા પડે છે. જગત પર અજવાળું પાથરવા આવેલા શ્રીકૃષ્ણનાં જન્મ ક્રૂર કંસના કારાવાસમાં થાય છે અને એમનું મૃત્યુ એમનાં જ સ્વજનોનાં બાણથી થાય છે.
અરે ! દુઃખની વાત આવે, ત્યારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું સ્મરણ થયા વિના ક્યાંથી રહે ! ઓહોહો ! સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર કંઇ ઓછું વીત્યું છે. તેથી કોઈ ચંચળ મનવાળી કે માત્ર તર્કથી વિચારતી વ્યક્તિ એમ વિચારે કે જો સત્યવાદી બનીને જીવનમાં આટલી બધી પીડા સહન કરવાની હોય, તો પછી એવા સત્યવાદી થવાનો લાભ શો ?
ઘટનાની સપાટી પર વિચારનારી વ્યક્તિઓ આવા 'લાભ'ની ગણતરી કરતી હોય છે. જિંદગીને એ લાભ કે હાનિ, નફો કે નુકસાન, પ્રાપ્તિ કે અપ્રાપ્તિના ત્રાજવે તોળતા હોય છે. એમને માટે 'લાભ' એટલે બાહ્ય જગતનો ભૌતિક લાભ. બહારની દુનિયા પાસેથી થતો સત્તા અને સંપત્તિનો લાભ અને એને પરિણામે થતી પોતે પાળેલા અહંકારની પુષ્ટિ.
ભૌતિક લાભનું અંતિમ તો અહકારની પુષ્ટિ અને વૃધ્ધિ હોય છે. ધન, સત્તા, સ્ત્રી કે જમીન કશું પણ પ્રાપ્ત થાય એટલે વ્યક્તિના અહંકારની ઊંચાઈ અને ઉંમર વધે છે. અહંકારના પોષણને માટે ભૌતિક પ્રાપ્તિ અનિવાર્ય છે, પરંતુ સંતો કે મહાત્માઓએ ક્યારેય આવા લાભની વાત કરી નથી. એમનો જે લાભ છે તે 'ભીતરનો લાભ' છે. ભીતરની આધ્યાત્મિક શાંતિનો લાભ છે. એને બહારની ભૌતિક ચીજવસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી. આથી જ આશ્રમની નાનકડી કુટિર કે ઝૂંપડીમાં રહેતા સંત એ વિશાળ વૈભવશાળી મહેલમાં વસતા રાજા કરતાં વધુ સુખી હોય છે. આમ, સાધકને માટે જેમ લાભ એ એના આત્માનો કે આંતરચેતનાનો વિષય છે, એ જ રીતે સાધકને માટે દુઃખ એ એની દિવ્યતાનો વિષય છે.
એક અતિ વિચિત્ર બાબત એ છે કે આપણે દુન્યવી લાભની દ્રષ્ટિથી આધ્યાત્મિક લાભને જોવાનો, પામવાનો અને તોલવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બંનેની મંઝિલ અને મુકામ જુદાં છે છતાં આપણે એકની દ્રષ્ટિથી બીજાનો માર્ગ જોઇએ છીએ. જવું છે મુંબઇ અને ટ્રેન શોધીએ છીએ વિરમગામ જવાની ! આને પરિણામે વનમાં રામ વિલાપ કરતા હોય કે પછી ઇસુ કે મહાવીર પર દુઃખો વીંઝાતાં હોય, ત્યારે આપણું હૃદય દ્રવિત થાય એ સ્વાભાવિક છે પરંતુ એ દુઃખોનું સતત આંસુ સારતું વર્ણન કે એ દુઃખોથી થતી વેદના કે પછી એ દુઃખોથી આવતી બેહાલીને બાહ્ય દ્રષ્ટિએ સમજવા જતાં આપણે રાજા હરિશ્ચંદ્ર કે ભક્ત પ્રહ્લાદને સમજી શકીશું નહીં.
કેટલાક એમ માને છે કે ભક્ત પર આવાં દુઃખો આવે છે એટલે એ ઇશ્વરને વખતોવખત યાદ કરે છે. આનો અર્થ એવો કે ભગવાન ભક્તને દુઃખી કરીને પોતાનું વધુ સ્મરણ થાય એવી યોજના કરે છે ! આવો વિચાર કરનારી વ્યક્તિ હકીકતમાં ભક્તના દુઃખ પ્રત્યેના અભિગમને સમજી શક્તી નથી. પાયાની વાત એ છે કે જ્યાં સુધી અહમ્ ભાવ છે, ત્યાં સુધી જ સુખ અને દુઃખ સાધકને સ્પર્શે છે. અનુકુળતા એ સુખની જનની છે અને આપત્તિ એ દુઃખની જનની છે, એમ અહમ્ ભાવ હોય ત્યાં સુધી એ માને છે.
પોતાને અનુકૂળ લાગે, લાભ થાય, ઇન્દ્રિયસુખ મળેકે બાહ્ય સમૃધ્ધિમાં વધારો થાય, એને સામાન્ય વ્યક્તિ સુખ માનતી હોય છે. કશુંક અણગમતું બને, આર્થિક કે અન્ય હાનિ થાય, ઇન્દ્રિયસુખની લોલુપતા છિપાય નહીં અને બાહ્યસમૃધ્ધિમાં ઘટાડો થાય, તો એને દુઃખ માને છે. મનને આ પ્રકારની પરિસ્થિતિથી આવી લાગણી થતી હોય છે.
પણ હવે તમે જ વિચારો કે જ્યારે મનમાંથી અહમ્ ભસ્મીભૂત થઇ ગયો હશે, ત્યારે એ અહમ્ ભાવને આધારે નિર્ધારિત થતાં સુખ અને દુઃખ તો ક્યારના ય અદ્રશ્ય થઇ ગયા હશે. નરસિંહ મહેતાની નજર મામેરાંની ચીજવસ્તુઓ પર નહોતી કે મીરાંની નજર વિષના પ્યાલા પર નહોતી, કારણ કે એમને જેમ સુખની નહીં, તેમ દુઃખની કોઈ અનુભૂતિ નહોતી.
એમનું મન તો પરમતત્ત્વ સાથે એકરૃપ હતું અને આવી એકરૃપતા સધાય ત્યારે સુખ કે દુઃખ હોતું નથી. માત્ર એક અખંડ આનંદમય અવસ્થા હોય છે અને એ આનંદમય અવસ્થા સમયે આપણું સાધક હૃદય પરમાત્માના હૃદય સાથે એકરૃપ થઇ ગયું હોય છે. આથી બને એવું કે બહાર દુન્યવી દ્રષ્ટિથી સુખો અને દુઃખો સર્જાતા હોય, પરંતુ ભીતરમાં તો પરમ સાથેનું એવું અનુસંધાન હોય કે સુખ કે દુઃખની કોઈ અનુભૂતિ હોતી નથી.
સામાન્ય સંજોગોમાં દુઃખ એ પ્રભુસ્મરણનું કારણ બનતું હોય છે અને સુખ એ પ્રભુવિસ્મરણનું કારણ બનતું હોય છે. આનું કારણ એ છે કે દુઃખ એ અંતર્મુખી અને સુખ એ બહિર્મુખી છે. દુઃખ ભક્તને અહર્નિશ જાગૃતિ આપે છે. એની ઊંડી આત્મખોજ આ દુઃખ દરમિયાન ચાલતી રહે છે અને એ અર્થમાં કહીએ તો મહાભારતમાં પાંચે પાંડવોમાં ગાંડિવધારી અર્જુનને સૌથી વધુ સહન કરવું પડે છે. એના જીવનમાં સતત સંઘર્ષ ચાલતો રહે છે. એને શાંતિ અને સુખેથી જીવવાની તક સાંપડતી નહોતી. યુધ્ધમાં મોખરે રહીને લડવું પડયું, લાંબા લાંબા પ્રવાસો ખેડવા પડયા, ચાર ચાર વખત તો વનવાસમાં ગયો, દ્રૌપદી એને અત્યંત ચાહતી હતી, છતાં એની સાથે વિશેષ રહેવા મળ્યું નહીં. ત્રણ-ત્રણ વખત એનું 'મૃત્યુ' થયું, વળી બૃહન્નલાના રૃપમાં અને મૃત્યુ પ્રસંગે અવહેલનાનો ભોગ બનવું પડયું.
એક વખત કુરુક્ષેત્રની રણભૂમિ પર ધર્મરાજ યુધિષ્ઠિરે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યને પ્રશ્ન કર્યો,
'તમે અમને રાજપુત્રોને વિવિધ વિષયોનું સમાન શિક્ષણ આપ્યું છે, પરંતુ મને એમ લાગે છે કે તમે શિક્ષા આપવામાં અર્જુન તરફ વિશેષ પક્ષપાત દાખવ્યો છે.
ધર્મરાજ યુધિષ્ઠિરના આ આક્ષેપને સાંભળીને ગુરુ દ્રોણ થોડીવાર મૌન રહ્યા અને ઉત્તર આપ્યો, 'ધર્મરાજ, તમે યથાર્થ જ કહ્યું, અર્જુનને મેં બે વિષયોનું વિશેષ જ્ઞાાન આપ્યું છે. એક વિષય છે દુઃખ અને બીજો વિષય છે યોગ. આ બે વિષયોના વિશિષ્ટ જ્ઞાાનને કારણે જ સમાન શિક્ષણ પામેલા સહુ રાજકુમારોની વચ્ચે એ ચડિયાતો સાબિત થાય છે અને એના વિજયની આ જ ગુરુચાવી છે.'
આ રીતે જેને બાહ્ય જગતમાં દુઃખ કહીએ છીએ, તે વ્યકિતના જીવનને સક્રિયતા આપે છે અને એનો આત્મવિકાસ સાધે છે, આવા વિષાદને કારણે જ અર્જુન શ્રીકૃષ્ણનો પરમસખા બન્યો અને 'ગીતા'ના ગહન જ્ઞાાનનો અધિકારી થયો. આ રીતે દુઃખનો એક વિધેયાત્મક અર્થ છે અને જો વ્યક્તિ પોતાના જીવનમાં આવતા દુઃખને યોગ્ય સંદર્ભમાં સમજે, તો એ એની અંતર્મુખતાનું કારણ બને છે.
આવી અંતર્મુખતા પ્રાપ્ત થતી હોવાથી જ 'શ્રીમદ્ ભાગવત'માં પાંડવોના વિજય પછી અશ્વમેધ યજ્ઞાનું શુભકાર્ય સમાપ્ત કરી દ્વારકા જતાં પૂર્વ શ્રીકૃષ્ણ માતા કુંતીને મળે છે અને એમને કશુંક માગવાનું કહે છે. ત્યારે કુંતી કહે છે કે એને કોઈ વસ્તુની ઇચ્છા નથી. કેવળ કૃપાની ઇચ્છા છે અને એમ કહીને શ્રીકૃષ્ણને કહે છે કે તમે જગતનિયંતા છો, અને તમે જ સદા અમારું રક્ષણ કરો છો. આ રીતે માતા કુંતી શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે અને છતાં ભગવાન શ્રીકૃષ્ણ એમને કશુંક માગવાનો આગ્રહ કરે છે, ત્યારે કુંતી કહે છે, 'હે જગન્નાથ, અમે એટલું જ માગીએ છીએ કે અમને અહર્નિશ દુઃખ પ્રાપ્ત થાઓ, જેથી અમે આપનું સ્મરણ ભૂલીએ નહીં. બસ, આ જ વરદાન આપો.' અને સારંગપાણિ શ્રીકૃષ્ણએ 'તથાસ્તુ' કહ્યું.
આનો અર્થ જ એટલો કે દુઃખ એ આંતરદર્શન કરાવે છે. અધ્યાત્મ પથે પ્રયાણ કરાવે છે, અને આત્મદ્રષ્ટિ કરાવે છે.

0 comments: