એક મહિલાએ દવા વિના જ એઇડ્ઝનો રોગ શી રીતે મટાડયો ?
વેટિકનના પોપે કહ્યું- 'થોડુંઘણું ફ્રાન્સ તમે જરૃર જોઇ લેશો.'
બીજા યાત્રીને પૂછ્યું કે તમે કેટલો સમય ઇટાલીમાં રોકાશો ? તો એણે કહ્યું- હું તો માત્ર ત્રણ અઠવાડિયાં જ રહીશ. પોપે કહ્યું- 'તમે ઘણુંખરું ઇટાલી જોઇ લેશો.'
ત્રીજા યાત્રી તરફ ફરીને વેટિકનના પોપ બોલ્યા, 'અને તમે અહી કેટલા દિવસ માટે આવ્યા છો ?' એણે કહ્યું ઃ 'હું તો માત્ર એક સપ્તાહ માટે જ અહી આવ્યો છું.' પોપે કહ્યું- 'તો... તો... તમે પૂરું ફ્રાન્સ જોઇ લેશો !'
પોપની વાત સાંભળીને ત્રણે જણ આશ્ચર્યચકિત થયા. પહેલાએ કહ્યું- 'શી વાત કરો છો ? હું છ મહિના રહેવાનો છું તો મને કહો છો કે થોડુંઘણું ઇટાલી જોઇ શકશો. ત્રણ અઠવાડિયાવાળાને કહો છો કે ઘણુંબધું જોઇ શકશો.. અને જે વ્યક્તિ માંડ એક અઠવાડિયું રોકાઇ શકે તેમ છે તેને કહો છો કે- 'આખું ઇટાલી જોઇ લેશો. તર્કની દ્રષ્ટિએ આમાં કોઇ સંગતિ દેખાતી નથી. તો આવું કહેવા પાછળનો આશય શો છે ?'
વેટિકનના પોપે કહ્યું- 'આ મારો જિંદગી ભરનો અનુભવ છે ઃ જેને લાગે છે કે સમય ખૂબ છે, તે આળસમાં પડી જાય છે. ઉતાવળ જેવું કશું જ એમના મનમાં હોતું નથી. ધીમે ધીમે (મંથર ગતિથી) જ કામ શરૃ થાય છે અને સમય પૂરો થઇ જાય તો પણ અધૂરું જ રહે છે. કેમ કે એવી સ્થિતિમાં મન સામે સમયની લાંબી અવધી દેખાયા કરતી હોય છે.
જેને લાગે છે કે સમય ઓછો છે તે ઝડપથી દોડધામ કરે છે. એના મનમાં ઉતાવળ અને સમયની કંઇક કિંમત પણ હોય છે.
જે વસ્તુ માટે આપણને લાગે છે કે ગમે ત્યારે (ઇચ્છીએ ત્યારે) મળી શકે તેમ છે તેને આપણે ક્યારેય મેળવી શકતા નથી અને જે વસ્તુ માટે આપણને લાગે છે કે જો મોડું કરીશું તો ચૂકી જવાશે, હવે બસ આ આખરી ઘડી છે. તકને જો ઝડપી નહી લઇએ તો હાથમાંથી જશે. આવી સ્થિતિમાં એક ખાસ પ્રકારની ગતિ આવી જાય છે.
હજુ તો જિંદગી ઘણી બાકી છે. મોજશોખ અને ભોગવિલાસ માટેનો આ જ ખરો સમય છે. માણી શકાય એટલું માણી લઇએ. પૂજા- પ્રાર્થના, હરિસ્મરણ અને ધ્યાન માટે તો પાછળ આખી જિંદગી પડી છે. છેલ્લે છેલ્લે બધું કરી લેવાશે. એની અત્યારે ઉતાવળ શી છે ?'... આવું વિચારી લોકો છેલ્લા શ્વાસ સુધી પણ સંસારની માયાજાળમાં જ અટવાયેલા રહે છે અને અંતર્યાત્રાનો પ્રારંભ પણ કરી શકતા નથી.
જેની પાસે ખૂબ સમય છે અને લાગે છે કે મૃત્યુ કોઇ બીજાનું જ થાય છે. પોતે તો અમરપટ્ટો લઇને જ આવેલ છે. તેવા લોકો નજર સમક્ષ થતાં મૃત્યુને જોઇને પણ જાગતા નથી. હજુ તો ઘણો સમય છે. બસ થોડુંક વધારે. ક્ષિતિજ થોડી આગળ ને આગળ સરકતી જાય છે અને લાલચમાં ને લાલચમાં માણસ દોડતો જ રહે છે.
સમજદાર માણસ એને કહેવાય જે માથા પર લટકતી યમદેવની તલવારને જોઇ શકે છે. જેના માટે મૃત્યુ ખૂબ દૂર નથી. કોને ખબર આગલી ક્ષણ આપણા હાથમાં હોય કે નહી. બહાર ગયેલો શ્વાસ અંદર પાછો આવે કે નહી તે અનિશ્ચિત છે. મૃત્યુ માટે કોઇ ચોક્કસ રીતે કહી જ ન શકે કે એ ક્યારે આવશે ?... આથી સમજદાર લોકો મૃત્યુને સતત સામે જ જુએ છે અને આગલી ક્ષણ પણ કદાચ પોતાના હાથમાં ન આવે એમ માની જે હાથમાં છે તે ક્ષણનો સદુપયોગ કરી લે છે. કોઇ માટે કશુંક શુભ કરવું, પ્રેમથી ભરેલા બે મીઠા બોલ બોલવા, કોઇના માર્ગમાં પડેલ કાંટાને ઉપાડી લેવા અને સૌથી મહત્ત્વની વાત તો જે થોડો સમય પોતાની પાસે છે, તેમાં જાગી જવું. એ અલ્પ સમયમાં જ સત્યનો સાક્ષાત્કાર કરી લેવો.
કેટલાક સમય પહેલા 'ઓશો ટાઇમ્સ'ના એક અંકમાં એઇડ્ઝના દરદીની વિતક કથા આવેલી. વિદેશમાં વસતી એ મહિલાને ખ્યાલ આવ્યો કે પોતાનો રિપોર્ટ 'પોઝિટિવ' છે... તો ક્ષણભર તો એ ડઘાઇ ગઇ. પણ બીજી જ પળે સ્વસ્થ બનીને એણે વિચાર્યું કે છ મહિનાથી વધારે હવે મારી પાસે સમય નથી. મૃત્યુની તલવાર માથે લટકી રહી છે. આથી આ છ મહિનામાં જ મારે બાકીના જીવનનો સાર-નિચોડ જાણી લેવાનો છે. બચેલા આ થોડા સમયમાં જ જે કંઇ શુભ થઇ શકે તે કરવાનું છે. એટલે ક્ષણ પણ ગુમાવ્યા વિના એણે ઉલ્લાસપૂર્વક જીવવાનું શરૃ કર્યું. રોજ સવારસાંજ એણે દરિયા કિનારે ફરવાનું શરૃ કર્યું. ઘૂઘવતા વિરાટ સમુદ્રને જોઇ એની અંદર પણ કશુંક વિરાટ ઊમટવા લાગ્યું. એણે ખીલતાં ફૂલને જોયાં. નાનાં નાનાં બાળકોને દૂરથી જોઇને એના જેવા જ નિશ્ચિત અને નિર્દોષ થઇને જીવવાનું શરૃ કર્યું. જીવનની પ્રત્યેક પળને એણે આનંદ અને ઉત્સવથી ભરીને જીવવાનો નિર્ણય કરી લીધો. અને પોતાને પણ આશ્ચર્ય થાય એ રીતે, મૃત્યુ આવે એ પહેલાં એઇડ્ઝનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ 'નેગેટિવ' આવ્યો ! કેમ કે એણે પોતાના જીવનને આશા અને ઉત્સાહથી ભરી દીધું. આશા, ઉત્સાહ અને ઉમંગ વ્યક્તિમાં રોગપ્રતિકાર શક્તિને વિકસાવે છે અને એઇડ્ઝ તો રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) ઘટી જવાથી જ થાય છે ને ?!
વેટિકનના પોપ જે કહે છે તે સાચું છે ઃ જેને ખ્યાલ છે કે સમય ઓછો છે, તે ઊલટાના વધુ સજાગ, વધુ ઝડપી અને જીવંત બની શકે છે અને જીવનને પણ એવા લોકો જ માણી અને જાણી શકે છે.
ક્રાન્તિબીજ
કોમળ છું, કાંટાળો છું, માણસ જેવો માણસ છું,
પોચક છું, પથરાળો છું, માણસ જેવો માણસ છું,
આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું,
ઘાયલ છું, પાંખાળો છું, માણસ જેવો માણસ છું.
- ભગવતીકુમાર શર્મા

reflector 2 key
ReplyDeleteWondershare Dr Fone Crack
ReplyDeleteAvast Driver Updater Crack
Cracks
Teamviewer Crack
Total Av Antivirus Crack
Gridinsoft Anti Malware Crack
good work
ReplyDeletehttp://freecrackkey.com/frostwire-crack-2021/
http://freecrackkey.com/flvto-youtube-downloader-crack-2021/
http://freecrackkey.com/tuxera-ntfs-crack-2021/
http://freecrackkey.com/bitdefender-total-security-crack-free-download-latest/
http://freecrackkey.com/k7-total-security-crack-2021/
http://freecrackkey.com/driver-toolkit-license-key-free-download-latest/
Its a Very Great and Amazing Blog Dear This is Very Great and Helpful..
ReplyDeleteTalha PC
Crackedithere
clip studio paint ex crack
daum potplayer crack
it upholds duplicating to and sticking from any of these markup dialects. MathType Full Crack backings condition numbering and designing conditions, reordering HTML labels, and then some. Switch Audio File Converter 9.47 + Crack
ReplyDeleteDownload Free Premium Software
ReplyDeleteOutput Messenger Crack
netbalancer crack
smadav pro crack